અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં મોસમનો સરેરાશ ૧.૩૪ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકતાં મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણીના કારણે મુમતપુરા VIP રોડ પરથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ રસ્તા પર ભરાયેલા પાણીમાં અચાનક ફસાઈ ગઈ હતી.

અમદાવાદમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

બસ પાણી અને કાદવના કારણે આગળ વધી શકી ન હતી, જેના કારણે ઘટનાસ્થળે મુસાફરો અને આસપાસના વાહનચાલકોમાં થોડી વાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બસને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની કંટ્રોલ રૂમની ટીમ તુરંત મુમતપુરા VIP રોડ ખાતે દોડી આવી હતી. બસ પાણીમાં ઉંડે સુધી અટવાઈ હોવાથી ફાયર ફાઇટરોએ તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ક્રેનની મદદ લીધી હતી.

મુમતપુરા VIP રોડ પર સ્કૂલ બસ પાણીમાં ફસાઈ

VIP રોડ પર સ્કૂલ બસ અટવાઈ

ફાયર વિભાગ દ્વારા ક્રેન લગાવીને બસને પાણીમાંથી ખેંચી બહાર કાઢવાની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. મનપાના તંત્ર અને ફાયર વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ અને આવા અટવાયેલા વાહનોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મુમતપુરા VIP રોડ પર સ્કૂલ બસ પાણીમાં ફસાઈ

આ પણ વાંચો: Valsad Rain Update: જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, કપરાડામાં 4 ઇંચથી વધુ વરસાદ