અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. રખિયાલ પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે રખિયાલમાં આવેલી મતીન હકીમની ચાલીમાં દરોડો પાડ્યો હતો. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે સ્થળ પરથી 519.8ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
રખિયાલમાં મતીન હકીમની ચાલીમાં પોલીસની રેડ
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા આ ગાંજાની બજાર કિંમત અંદાજે રૂ. 25,950 થાય છે. આ સાથે પોલીસે નશાના કારોબાર સાથે જોડાયેલા બે આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 25,950 ની કિંમતનો ગાંજો, રૂ. 18,780 ની રોકડ રકમ તેમજ ૨ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આમ, કુલ રૂ. 59, 730 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
