અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 નિર્દોષ લોકોના કરુણ મોત બાદ આખરે સરકારી તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું છે. અમદાવાદના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સમગ્ર ઘટનાને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં શેડમા પહેલા આગ લાગી હતી અને બાદમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ફેક્ટરીનો મુખ્ય સંચાલક આરોપી મેહુલ ડોડિયા ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચે સાબરમતી વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો છે.
મેહૂલ ડોડિયા આ ફટાકડાની ફેક્ટરી ચલાવતો
અમદાવાદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, છેલ્લા 20થી 25 દિવસથી મેહૂલ ડોડિયા આ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. જેનું સંચાલન તેની માતા રમીલાબેન કરતા હતાં. તેઓ ઓર્ડર પ્રમાણે ફટાકડા બનાવતા હતાં. ગણેશ વિસર્જન માટે ઓર્ડર મળતા ફટાકડા બનાવતા હતાપોલીસે મેહૂલને પકડવા માટે 15 ટીમો બનાવી હતી. આજ જગ્યા પર 2014 માં રમીલા બેન ફેક્ટરી ચલાવતા હતા 1 વ્યક્તિ નું મોત થયું હતું. ફટાકડાની ફેક્ટરીમાં સાદિક મેહૂલનો પાર્ટનર હતો. અરવિંદ નામના સ્થાનિક વ્યક્તિએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, મેહૂલ કામદારોને મનફાવે ત્યારે પગાર આપતો હતો. તે માથાભારે છે અને તેનું વ્યક્તિત્વ પણ સારુ નથી.
