અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. આ ઘટના એટલી ખતરનાક હતી કે, ઈજાગ્રસ્ત થયેલા લોકો કેવી હાલતમાં હતા તેના દ્રશ્યો જોતાં જ રૂંવાડા ઉભા થઈ જાય છે. આ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવાર માટે હાલમાં બ્લડની ઈમર્જન્સીમાં જરૂર પડી રહી છે. ત્યારે બ્લડની જરૂરિયાત પૂરી કરવા માટે કેટલાક સંપર્કો જાહેર કરવામાં આવ્યાં છે. બીજી તરફ આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, મુસાફરોના સંબંધીઓને DNA માટે જાણ કરવામાં આવી છે.
વિમાન ટેક ઓફ થતાં જ આ દુર્ઘટના બની
આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ કહ્યું હતું કે, મુસાફરોના સંબંધીઓને DNA માટે જાણ કરવામાં આવી છે.પેસેન્જરનાં નજીકનાં સગાને DNA માટે જાણ કરાઈ છે. વિમાનમાં 230 મુસાફરો હતાં. વિમાન ટેક ઓફ થતાં જ આ દુર્ઘટના બની હતી. સિવિલમાં હોસ્ટેલ હતી ત્યાં પણ લોકોને ઇજા પહોંચી છે. 50 લોકો ઈજાગ્રસ્ત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવન માં આ DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા કરાઈ છે.બી.જે.મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે.
DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.મૃતકના નજીકના સગા (માતા પિતા અથવા બાળકો) ડીએનએ સેમ્પલ આપી શકશે.સગા સ્નેહી જનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે.