અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેનમાં 242 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં 50થી વધુ મુસાફરો વિદેશી હોવાની જાણકારી પણ મળી રહી છે. પ્લેન ક્રેશ થવાની ઘટના બાદ ભારે અફરાતફરી મચી ગઈ છે અને ઘણા લોકોના મોત પણ થયા હોવાની આશંકા છે. ત્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ બેઠકમાં હાજર

ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા છે. ત્યારબાદ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યમંત્રી સિવિલ હોસ્પિટલમાં જ બેઠક યોજી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ હોસ્પિટલમાં આ બેઠકમાં હાજર છે. કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ બેઠકમાં હાજર છે. મુખ્યપ્રધાને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં સેક્રેટરી સહિતના અધિકારીઓ પણ હાજર છે. પોસ્ટમોર્ટમ, બોડીની ઓળખ કરવા અને બ્લડની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 

અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલે ઈમરજન્સી નંબર કર્યો જાહેર

ત્યારે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે અને ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઈમરજન્સી નંબર 6357373831, 6357373841 જાહેર કર્યો છે. દર્દીલક્ષી સારવાર સંબંધિત તમામ માહિતી આ નંબર પરથી મળી રહેશે. ત્યારે હાલમાં 4 IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં આ અધિકારીઓને ઈમરજન્સી ડ્યુટીમાં મુકવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવની હેઠળ આ તમામ અધિકારીઓ કામ કરશે. 

  • Follow us on: