અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાનું આ વિમાન ટેક ઓફની થોડી મિનિટમાં જ આગનો ગોળો બની ગયું હતું. ત્યારબાદ આ વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના મેસ પર જઈ પડ્યું હતું. આ ઘટનામાં ઘણા એમબીબીએસ વિદ્યાર્થીઓના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના 1 વાગીને 38 મિનિટે બની હતી. જ્યારે તમામ મેડિકલ સ્ટુડન્ટ્સ મેચમાં લંચ કરી રહ્યા હતા. જો કે હજી સુધી એક પણ વિદ્યાર્થીના મૃત્યુની પૃષ્ટિ થઈ શકી નથી. 


સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ દૂર્ઘટના એટલી ભયાનક હતી કે તેની છત સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. ઘણા વિદ્યાર્થીઓના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. ઘણા ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહત અને બચાવની કામગીરી જોર-શોરથી શરૂ કરી દેવાઈ છે. અર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર વિમાન ટેક ઓફના પાંચ મિનિટનીન અંદર જ દૂર્ઘટનાનો શિકાર થઈ ગયું હતું. નિયં6ણ બગડવાની સાથે તે સીધુ કોલેજની યુજી હોસ્ટેલના મેસ પર આવીને પડ્યું હતું. આ સમયે મેસમાં વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા. આ ઘટના લંચ ટાઈમ દરમિયાન બની હતી. 

આ ધડાકાનો અવાજ ઘણા કિલોમીટર દુર સુધી સંભળાયો હતો. કોલેજ અને હોસ્પિટલનો સ્ટાફ, આજુબાજુના લોકો અને ફાયર બ્રિગ્રેડની ટીમ તરત જ પહોંચી હતી. મેસની બહાર વિદ્યાર્થીઓના ચપ્પલ, પુસ્તકો અને તુટેલી પ્લેટો આ ઘટના વિશે જણાવી રહી છે. બીજે મેડિકલ કોલેજ ગુજરાતની સૌથી મોટી સરકારી મેડિકલ કોલેજ છે. અહીં MBBSના હજારો વિદ્યાર્થીઓ રહે છે. ઘટના વખતે હોસ્ટેલમાં 70 વિદ્યાર્થીઓ હાજર હતા. સુ6ો પાસેથીન મળતી માહિતી પ્રમાણે હાલ 20 વિદ્યાર્થીઓના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. 

વધુ માહિતી અપડેટ થઈ રહી છે.  



  • Follow us on: