અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશની ઘટના બની છે. આ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના જંબુસર, આણંદ અને પાલનપુરના કુલ ચાર લોકો સવાર હતા. પ્લેન ક્રેશ થતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે.
ખેડાના મહેમદાવાદના યુવકનો આબાદ બચાવ
અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં ખેડાના મહેમદાવાદના યુવકનો આબાદ બચાવ થયો છે. રુદ્ર ચિરાગભાઈ પટેલ લંડન જવાનો હતો. રુદ્રને આ ઘટનામાં સામાન્ય ઈજા થઈ છે. આ સાથે જ ભરૂચના જંબુસરની મહિલા હતી સાજેદાબેન લંડનમા રહેતી તેમની પુત્રીને ત્યાં જઈ રહ્યા હતા. આ ઘટનાને લઈ સારોદ અને કાવી ગામમાં ચિંતાનો માહોલ છવાયો છે.
પત્ની અને બાળક સાથે લંડન જઈ રહ્યા હતા
માંગરોળના કોસંબાનું દંપતી પ્લેનમાં સવાર હતું. અર્જુનસિંહ, પત્ની દિવ્ય વાસદીયા લંડન જતા હતા. દીકરો એરપોર્ટ પર મૂકી કોસંબા આવી રહ્યો હતો. દીકરો એરપોર્ટ પર મૂકી કોસંબા આવી રહ્યો હતો. પ્લેન ક્રેશમાં સુરતનો પરિવાર સવાર હતો. આ પરિવાર પત્ની અને બાળક સાથે લંડન જઈ રહ્યા હતા.
પ્લેનમાં દીવના 11 મુસાફરો સવાર હતા
પ્લેન દુર્ઘટનામાં વડોદરાનો પરિવાર સવાર હતો. પ્લેન ક્રેશમાં વડોદરાના કલ્પના પ્રજાપતિ સવાર હતા. માંજલપુર ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં રહેતા હતા. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશની ઘટનામાં દીવના 11 મુસાફરો સવાર હતા. દિવ જિલ્લા કલેક્ટરની ટીમ અમદાવાદ જવા રવાના થઈ છે. વેરાવળનું દંપતી પ્લેનમાં હોવાનું સામે આવ્યું છે. રાજુભાઈ જીમુલીયા અને તેમના પત્ની લંડન જઈ રહ્યાં હતા. પ્લેન ક્રેશ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે.













