અમદાવાદ શહેરમાં ગંભીર જન્મજાત રોગ એવા થેલેસેમિયાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સામે આવેલા આંકડાઓ મુજબ, ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં કુલ 2,015 મહિલાઓ અને 151 પુરુષોમાં થેલેસેમિયા પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શહેરમાં થેલેસેમિયા સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
થેલેસેમિયાના કેસોમાં ચિંતાજનક વધારો
આરોગ્ય નિષ્ણાતો અને તબીબોના મતે, થેલેસેમિયા એક વારસાગત અને જન્મજાત લોહીનો વિકાર છે, જેને માત્ર યોગ્ય સમયસરની તપાસ અને જાગૃતિથી જ અટકાવી શકાય છે. આ ગંભીર રોગથી આવનારી પેઢીને બચાવવા માટે યુવક-યુવતીઓને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની ખાસ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, સગર્ભાવસ્થા દરમિયાન એટલે કે બાળકના જન્મ પહેલાં પણ જરૂરી તપાસ કરાવી લેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
