જો તમે અમદાવાદ શહેરના રસ્તાઓ પર વાહન લઈને નીકળો છો કે, ચાલતા પસાર થાઓ છો, તો તમારે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. "સુરક્ષિત અમદાવાદ"નું બિરુદ ધરાવતા આ શહેરમાં રોડ સેફ્ટીને લઈને ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. આંકડા દર્શાવે છે કે, અમદાવાદ શહેરમાં દર 2 દિવસે 3 લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે, જ્યારે રોજના સરેરાશ 2 નાગરિકો ગંભીર અકસ્માતનો ભોગ બને છે.

અમદાવાદ શહેર પોલીસ હદ વિસ્તાર વધ્યો હોવાનું બહાનું રજૂ કરે છે, પરંતુ નિષ્ણાતોના મતે વાહનોની સંખ્યા સામે રસ્તા સાંકળા રહેવા અને વાહનચાલકોની બેદરકારી આ જીવલેણ અકસ્માતોનું મુખ્ય કારણ છે.

વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ અને ગુગલ મેપ બન્યા કારાક

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા ભાગના ગંભીર અકસ્માતો ત્યારે સર્જાય છે, જ્યારે વાહનચાલકનું ધ્યાન વાહન ચલાવતી વખતે સ્માર્ટફોન અને ખાસ કરીને Google Maps ની સ્ક્રીન પર હોય છે. ડ્રાઇવિંગ કરતી વખતે નજર ચૂકવાને કારણે વાહનો પરનો કાબૂ ગુમાવવાથી ગંભીર અને જીવલેણ બનાવો બને છે.

https://twitter.com/sandeshnews/status/2081421906939625474

અકસ્માત રોકવા અમદાવાદ પોલીસે ગુગલ મેપ સાથે હાથ મિલાવ્યા

હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે Google સાથે સ્પેશિયલ ઇન્ટિગ્રેશન કર્યું છે. હવે ગુગલ મેપ પર વાહનચાલકોને રોડની સ્પીડ લિમિટનું એલર્ટ મળશે, જે તે રસ્તા પર વાહન કેટલી ઝડપે ચલાવવું તેનું એલર્ટ મળશે. અકસ્માત સંભવિત વિસ્તારમાં અકસ્માતનું જોખમ વધુ હોય તેવા વિસ્તારોની અગાઉથી જાણ થશે.


Ahmedabad News: Ahmedabad Road Accident Data: 2,502 Fatalities in 5 Years; Police Partner with Google Maps

અમદાવાદ શહેરમાં 26 બ્લેક સ્પોટ ચિહ્નિત કરાયા

ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના 26 વિસ્તારોને 'બ્લેક સ્પોટ' જાહેર કરવામાં આવ્યા છે.

બ્લેક સ્પોટ એટલે શું?

કોઈ પણ 500 મીટરના વિસ્તારમાં છેલ્લા 3 વર્ષમાં 5 કે તેથી વધુ ગંભીર અકસ્માતો થયા હોય અથવા 10 લોકોના મોત નીપજ્યા હોય, તેવા વિસ્તારને ટ્રાફિક પરિભાષામાં 'બ્લેક સ્પોટ' કહેવામાં આવે છે.

https://twitter.com/sandeshnews/status/2081423406155870285

રિયાલિટી ચેક: હાઈવે પર સ્પીડ દેખાઈ, પરંતુ બ્લેક સ્પોટ અપડેટ બાકી

સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર આ સિસ્ટમનું રિયાલિટી ચેક અને ડેમો કરવામાં આવ્યો, ત્યારે હાઈવે પર ગુગલ મેપ દ્વારા સ્પીડ લિમિટ દર્શાવવામાં આવી રહી હતી. જોકે, અકસ્માત સંભવિત વિસ્તારો (બ્લેક સ્પોટ્સ) અંગેની માહિતી હાલ પૂરતી અપડેટ થઈ રહી છે. જો આ તમામ ફીચર્સ યોગ્ય રીતે અમલી બનશે, તો જ અમદાવાદના 'મોતના માર્ગો' ફરી સુરક્ષિત બની શકશે.


આ પણ વાંચો - Gujarat Weather News: આવતીકાલે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેરની સંભાવના