નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે સવારે આવેલા ભીષણ પૂરે ભારે તબાહી મચાવી છે. તિબેટ સરહદ નજીક આવેલા અનેક ગામો પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે. અચાનક આવેલા આ પૂર બાદ ચીનના તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે જઈ રહેલા આશરે 400 યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે. તેમાં 105 ભારતીય યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પણ પ્રાથમિક અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે ભૂકંપના કારણે હિમસ્ખલન થયું હોય શકે છે અને તેના કારણે ભોટેકોશી બેસિનમાં અચાનક પૂર આવ્યું હોવાની શક્યતા છે. બીજી તરફ અનેક ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે.  

નેપાળમાં ગુજરાતી પ્રવાસીઓ

તેઓ યાત્રા પુરી કરીને નેપાળ તરફ જઈ રહ્યા હતાં

નેપાળમાં આવેલા વિનાશક પુરમાં માનસરોવરની યાત્રાએ ગયેલા અનેક ભારતીય અને ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં ગુજરાતના કચ્છના 43 જેટલા પ્રવાસીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રવાસીઓ સાથે સંદેશ ડિજિટલ દ્વારા વાતચીત કરવામાં આવી હતી.આ ગુજરાતીઓના ગ્રુપમાંથી શૈલેષભાઈ મહેશ્વરની નામના પ્રવાસીએ સંદેશ ડિજિટલ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે,અમે યાત્રા પૂરી કરીને આગળ વધી ગયા હતાં. જ્યાં ઈમિગ્રેશન થવાનું હતું ત્યાં નેપાળ અને ચાઈના બંનેની ઓફિસ હતી. આ બધી ઓફિસો પુરના પાણીમાં ધોવાઈ ગઈ હતી. સ્થાનિકોએ અમને કહ્યું હતું કે, હજારો લોકો આ પુરના પાણીમાં ગુમ થઈ ગયા છે. ખાસ કરીને કચ્છના કેટલાક પ્રવાસીઓ નેપાળમાં ફસાયા હતાં. નેપાળમાં કચ્છના 43 પ્રવાસી અને 25 એનઆરઆઈ એક સાથે યાત્રા કરી રહ્યા હતાં. તેઓ યાત્રા પુરી કરીને નેપાળ તરફ જઈ રહ્યા હતાં. 

https://www.instagram.com/reel/Dcgefk4iaos/?utm_source=ig_web_copy_link&igsi=MzRlODBiNWFlZA%3D%3D


નેપાળના પુરમાં ફસાયેલા પ્રવાસીઓ

અમે 43 લોકો હાલમાં તિબેટમાં આવી ગયાં છીએ

શૈલેષભાઈએ ઉમેર્યું હતું કે, તેઓ ગઈ કાલે યાત્રા પૂરી કરીને સાંજે 6 વાગે નેપાળ ચાઈના બોર્ડર પર આગળ વધ્યા હતાં. તેના 15 કલાકની આસપાસ આ પુરની તબાહીની ઘટના ઘટી હતી.રસુઆ જિલ્લાની તિમુરે ખાતે નેપાળની ઓફિસ છે. ત્યાંથી આગળ ફ્રેન્ડશીપ બ્રિજ આવેલો છે. જે નેપાળનો લાસ્ટ પોઈન્ટ છે. શ્યાબરૂ નામનું એક ગામ છે ત્યાં અમે રોકાયા હતાં જે ગામ પણ આ પૂરના પાણીમાં તબાહ થઈ ગયું છે. અમે 43 લોકો હાલમાં તિબેટમાં આવી ગયાં છીએ અને ત્યાં સાગા સિટીમાં એક હોટેલમાં રોકાયા છીએ. આ જગ્યાએ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. અમારા ગ્રુપના તમામ લોકો સુરક્ષિત છે. હાલમાં અમને કોઈ તકલીફ નથી. સ્થાનિકોને કહેવા પ્રમાણે આ ઘટના કોઈ ડેમ તૂટ્યો હોવાના કારણે ઘટી છે. જેમાં ફ્રેન્ડશિપ બ્રિજ અને એમ્બેસી બધું જ નાશ પામ્યું છે. 

નેપાળમાં હેલ્પલાઈન નંબર

માનસરોવર જતા યાત્રીઓ ગુમ થયા હોવાની વિગતો

નેપાળમાં અચાનક આવેલા પૂરને કારણે 105 ભારતીય પ્રવાસીઓ ગુમ થયા છે. તેમાં માનસરોવર જઈ રહેલા 31 યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે. નેપાળ ટુરિઝમ બોર્ડે આ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ હાલમાં ગુમ થયેલા ભારતીયો વિશે વિગતો એકત્રિત કરી રહ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, કુલ 400 પ્રવાસીઓ ગુમ છે; જેમાં 291 વિદેશી નાગરિકો અને 90થી વધુ નેપાળના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Nepal Flood: નેપાળમાં પૂરથી હાલ બેહાલ, 105 ભારતીય સહિત 385 પ્રવાસીઓ ગુમ, જુઓ Video