અમદાવાદના એસજી હાઇવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે તૈયાર થયેલા અત્યાધુનિક સરખેજ-ઇસ્કોન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આગામી 9 નવેમ્બરના રોજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આ ભવ્ય બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.
રૂ. 450 કરોડના ખર્ચે 4 કિમીથી વધુ લાંબો બ્રિજ
આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે રૂ. 450 કરોડના મસમોટા ખર્ચે 4 કિમીથી પણ વધુ લંબાઈ ધરાવતો આ એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણ કાર્યના આકર્ષક ડ્રોન વિડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે તેના ભવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે.

