અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે ફરી એકવાર રક્તરંજિત થતાં રહી ગયો છે. વહેલી સવારે જ્યારે હાઈવે પર વાહનોની અવરજવર ઓછી હતી, ત્યારે ઝાયડસ સર્કલથી ગોતા બ્રિજ તરફ જઈ રહેલી એક ભારે માલવાહક ટ્રક કોઈ અગમ્ય કારણોસર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ડ્રાઈવરને ઝોકું આવી જતાં કે અન્ય કોઈ વાહનને બચાવવા જતાં ટ્રક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠી હોવાનું જણાય છે.


લોખંડના પતરા વચ્ચે જિંદગીનો જંગ

અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રકનો આગળનો ભાગ ધડાકાભેર અથડાવાને કારણે આખી કેબિન વળી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક સીટ પર જ લોખંડના પતરા અને તૂટેલા સ્ટેશનરી ભાગોની વચ્ચે ખરાબ રીતે લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તુરંત જ ગાડીઓ ઊભી રાખી ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો સદંતર લોક થઈ ગયો હોવાથી સફળતા મળી ન હતી. અંતે કંટ્રોલ રૂમને જાણ કરાતા એએમસી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

ફાયર બ્રિગેડની સ્પીડી કામગીરી

ફાયર જવાનોએ સમય સૂચકતા વાપરીને હાઈડ્રોલિક સ્પ્રેડર અને કટર મશીનનો ઉપયોગ કરીને ટ્રકનો કચડાયેલો દરવાજો કાપી નાખ્યો હતો. અંદાજે અડધા કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે કેબિનમાંથી બહાર ખેંચી કઢાયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની સ્થિતિ સ્થિર છે અને મોટી જાનહાનિ ટળી છે. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Bhachau: સામખિયાળી હાઇવે પર આઇશર ટ્રકમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ

  • Follow us on: