મનપસંદ જુગારધામ પર તાજેતરમાં પાડેલા સૌથી મોટી રેડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં ફરી એકવાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેટેલાઈટ અને એસજી હાઇવે ખાતે ચાલતા સ્પા અને વેલનેસ સેન્ટરો પર SMC ની અલગ-અલગ ટીમો એકસાથે ત્રાટકી હતી.
સ્પાના નામે ચાલતા દેહવ્યાપારની બાતમીના આધારે રેડ
અમદાવાદના પોશ વિસ્તારોમાં આવેલા સ્પા એન્ડ વેલનેસ સેન્ટરોની અંદર મસાજની આડમાં ગેરકાયદે દેહવ્યાપાર એટલે કે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી SMC ને મળી હતી. આ બાતમીના આધારે ટીમો બનાવીને એકસાથે 4 થી 5 જેટલા સ્પા સેન્ટરો પર રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન ઝડપાયેલા મુખ્ય 4 સ્પા સેન્ટરો
SMC ની ટીમોએ પશ્ચિમ અમદાવાદના નીચે મુજબના જાણીતા સ્પા સેન્ટરો પર રેડ કરવામાં આવી છે.
- A9 સ્પા (સેટેલાઇટ)
- ઓરેંજ સ્પા (વસ્ત્રાપુર)
- ગેલેક્સી સ્પા (બોડકદેવ)
- બ્લોસમ સ્પા (બોડકદેવ)
યુવતીઓ અને ગ્રાહકોની ધરપકડ
આ રેડ દરમિયાન સ્પા સેન્ટરોમાંથી દેહવ્યાપારની પ્રવૃત્તિમાં સંડોવાયેલી કેટલીક યુવતીઓ તેમજ મસાજ કરાવવા આવેલા ગ્રાહકોને પોલીસે સ્થળ પરથી જ ઝડપી પાડ્યા છે. SMC ની આ અચાનક કાર્યવાહીથી સમગ્ર શહેરમાં સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad News : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લો, સ્નેહમિલનમાં ધારાસભ્ય-કોર્પોરેટર પતિ આમને-સામને