અમદાવાદના વિવિધ જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2023માં પોલીસીનો અમલ શરૂ કર્યો હતો.પોલીસ મુજબ CNCD વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડી કેટલ પોન્ડમાં રાખવામા આવે છે.એપ્રિલથી 11 જુન 2026 સુધીના ત્રણ મહિનાના સમયમાં રખડતા પશુ જેમાં મોટાભાગે ગાયની ફરિયાદ તંત્રને મળતી હોય છે. ત્રણ મહિનામાં રખડતા પશુની 119 જવારે રખડતા શ્વાનની 1569 ફરિયાદ તંત્રને મળી છે.


વાંદરા કરડવાની ફરિયાદો ત્રીજા ક્રમ ઉપર છે

શહેરમાં રોડ ઉપર રખડતી ગાયને લઈ તંત્ર ઉપર જે આક્ષેપ થતાં આવ્યા છે તેમાં હાલ પુરતી રાહત મળી છે. ચોમાસા દરમિયાન કરી રોડ ઉપર રખડતા પશુની કરિયાદમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે.પશુ કરડવાની કરિયાદોમાં રખડતા શ્વાન પછી બીજા ક્રમ ઉપર બિલાડી કરડવાની ફરિયાદ આવે છે. શહેરમાં શ્વાન પછી બિલાડી કરડવાના કેસ બીજા ક્રમ ઉપર છે.જયારે વાંદરા કરડવાની ફરિયાદો ત્રીજા ક્રમ ઉપર છે.

લોકોને શ્વાનથી વધુ ડર લાગવા લાગ્યો છે

CNCD વિભાગને એપ્રિલ મહીનામાં રખડતા પશુની 51, મે મહીનામાં 53 જયારે 11 જુન સુધીમાં 15 ફરિયાદ મળી હતી.જેની તુલનામાં રખડતા શ્વાનની એપ્રિલ મહીનામાં 686, મે મહીનામાં 645 તથા જૂન મહીનામાં 238 ફરિયાદ મળી છે.સવારમાં શાળાએ જતાં બાળકો અને રાત્રિના સમયે નોકરી પરથી ઘરે આવતા લોકોને શ્વાનની પાછળ દોડતા જોઈને વધુ ડર અનુભવાય છે.


આ પણ વાંચોઃ Morbi News: 60થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોની ગાંધીનગર કૂચ, જાણો શું છે માંગણી?


  • Follow us on: