સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે રોષ જોવા મળ્યો છે. વિદ્યાર્થીની હત્યા મુદ્દે ધારાસભ્ય અમુલ ભટ્ટનું નિવેદન આપ્યું છે. સ્કૂલની બેદરકારી સામે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરે છે. કોર્ટની સૂચના મુજબ તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. દિલ્હી ICS બોર્ડ સુધી રજૂઆત કરાઈ છે. સ્કૂલ સંચાલકો, જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે. મૃતકના પરિજનોએ સ્કૂલ સામે આક્રોશ ઠાલવ્યો છે. નુકસાનની ફરિયાદ કરતા સ્કૂલ શરમ કરે, 15 લાખના નુકસાનની ફરિયાદ કરતા શરમ કરો. 15 કરોડ આપીએ અમારો દીકરો પાછો આપો તેવું પરિજનોએ કહ્યું છે. લોહીથી લથપથ દીકરાને કોઈ હોસ્પિટલ ન લઈ ગયા.સ્કૂલ પર બુલડોઝર ફરાવી કાર્યવાહી કરવા માગ કરી છે.સ્કૂલની મોટી બેદરકારી સામે આવી છે: મૃતકના દાદા, સ્કૂલ તરફથી કોઈ મદદ મળી નથી, સ્કૂલના પ્રિન્સિપાલને જેલમાં ધકેલવા જોઈએ.


મણિનગરમાં શોક સભા

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં મણિનગરમાં શોક સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોએ વિદ્યાર્થીની હત્યાની ઘટનાને વખોડી છે. સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોની માગ કરી છે. ન્યાય માટે પરિવારજનોની માગ કરી છે. સ્કૂલ સામે ફરિયાદ નોંધાય તે જરૂરી છે. નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ કહ્યું કે કોઇ પણ આરોપીને છોડવામાં નહી આવે, સરકાર તમામ આરોપીઓ સામે પગલાં લેશે, સેવન્થ ડે સામે અમુલ ભટ્ટે ICSE બોર્ડમાં રજૂઆત કરી છે.

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે મેળવેલા CCTV ફૂટેજમાં મોટો ખુલાસો થયો છે. વિદ્યાર્થી 30 મિનિટ રૂપાલ મૂકી કેમ્પસમાં બેસી રહ્યો હતો. સ્કૂલ શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ તમાશો જોતા રહ્યા છે. 30 મિનિટ સુધી વિદ્યાર્થીને હોસ્પિટલ ન લઈ ગયા. હત્યારા સગીરે કટર કિચનથી વિદ્યાર્થીની હત્યા કરી છે. 15 દિવસ પહેલા સ્ટેશનરીની દુકાનથી નાનું કટર ખરીદ્યું હતું. આજે બન્ને સગીરને જૂવેનાઈલ હોમમાં લઈ જવાશે. પોલીસે પ્રિન્સિપાલ, શિક્ષક સહિત 15ના નિવેદન લીધા છે.

  • Follow us on: