ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોનસૂન એક્શન પ્લાનના દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. દર વર્ષે તંત્ર દાવો કરે છે કે મે મહિનાના અંત સુધીમાં રોડ અને ગટરના તમામ ખોદકામ બંધ કરી દેવાશે, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના સૌથી પોશ ગણાતા થલતેજમાં ચિત્ર સદંતર વિપરીત છે. થલતેજના મુખ્ય આંતરિક રસ્તાઓ અને સોસાયટીના એપ્રોચ રોડ પર ગટર અને ડ્રેનેજ લાઇન નાખવાના કામો હજુ પણ લાઈવ અધૂરા પડ્યા છે, જેના કારણે સ્થાનિક જનતા નર્કાગાર ભોગવવા મજબૂર બની છે.


ખુલ્લી ગટરો અને બહાર નીકળેલા સળિયા

ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ એટલી ખરાબ છે કે ગટર લાઇનના કામ માટે રસ્તાઓ તો ખોદી નાખવામાં આવ્યા, પરંતુ કામ પૂરું થયા પછી તેના પર યોગ્ય પુરાણ કે સીસી રોડ કરવામાં આવ્યો નથી. રસ્તાની બરોબર વચ્ચે લોખંડના મજબૂત સળિયા બહાર નીકળેલા લાઈવ જોઈ શકાય છે. રાત્રિના સમયે કે સામાન્ય વરસાદમાં જો કોઈ દ્વિચક્રી વાહનચાલક આ સળિયા પરથી પસાર થાય, તો મોટો અકસ્માત થવો નિશ્ચિત છે. આ ઉપરાંત, ગટરના મેનહોલના ઢાંકણા પણ પ્રોપર ફિટ કરવાના બદલે અડધા ખુલ્લા અથવા અસ્તવ્યસ્ત છોડી દેવાયા છે. વરસાદી પાણી ભરાવાને કારણે જો આ ખુલ્લા મેનહોલ ન દેખાય, તો કોઈ માસૂમ બાળક કે વાહનચાલક તેમાં ગરકાવ થઈ શકે છે.

સ્થાનિક રહીશોમાં પ્રચંડ આક્રોશ

થલતેજના પ્રજાજનોનો આક્ષેપ છે કે કોર્પોરેશન માત્ર એડવાન્સ ટેક્સ વસૂલવામાં જ લાઈવ રસ દાખવે છે, જ્યારે સુવિધા આપવાના નામે મીંડું સાબિત થયું છે. વારંવાર ઓનલાઈન ફરિયાદો અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની આંખ ખૂલતી નથી. ચોમાસું માથા પર આવી ગયું હોવા છતાં તંત્ર હજુ જાગ્યું નથી, જેને લઈને લોકો હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને જો રોડ તાત્કાલિક સરખા નહીં થાય તો મનપાની ઓફિસે લાઈવ ઘેરાવ કરવાની ચીમકી આપી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: અડાજણ મામલતદારે કોના ઈશારે કાયદો ગજવામાં મૂક્યો? નોટિસ પાછી ખેંચવાના બદલે વેપારીઓને દબાવવા શરતભંગનું નવું હથિયાર ઉગામ્યું

  • Follow us on: