અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા 'વંદે માતરમ્ યુવા ઉદઘોષ' નામના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીયતાની ભાવના વધુ પ્રબળ બને તેવા ઉદ્દેશ્ય સાથે ભાજપના અગ્રણી નેતાઓ અને યુવા મોરચાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
શાળા-કોલેજોમાં 2 મહિના સુધી ચાલશે જાગૃતિ અભિયાન
આ કાર્યક્રમ હેઠળ ભાજપ યુવા મોરચા દ્વારા આગામી બે મહિના સુધી રાજ્યની વિવિધ શાળા અને કોલેજોમાં એક ખાસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને બાળકોમાં રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ના ગાન પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ તેના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ વિશે યુવા પેઢીને માહિતગાર કરવાનો છે.
