સુરતના પાંડેસરા વિસ્તારમાં બે સગા ભાઈઓ વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. વિવાદ દરમિયાન મોટો ભાઈ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે, જેણે આવેશમાં આવીને પોતાના નાના ભાઈને ઘરમાં જ પૂરી દીધો હતો અને બહારથી દરવાજે તાળું મારીને ત્યાંથી જતો રહ્યો હતો.

ફસાયેલા યુવકે ફાયર વિભાગ પાસે મદદ માંગી

ઘરમાં બંધ થઈ ગયેલા યુવકે તાત્કાલિક મુક્તિ મેળવવા માટે ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર વિભાગની એક ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ત્વરિત કામગીરી કરીને દરવાજાનું તાળું તોડી અંદર ફસાયેલા યુવકને સહીસલામત બહાર કાઢ્યો હતો.

પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

યુવકને ઘરની બહાર કાઢ્યા બાદ આ સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંને ભાઈઓ વચ્ચેના ઝઘડા અને નશાની હાલતમાં ભાઈને પૂરવાના બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : શક્તિદૂત 2.0નો ભવ્ય પ્રારંભ, 799 ખેલાડીઓને અપાશે એવોર્ડ