અમદાવાદમાં સ્કૂલમાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. લો ગાર્ડન પાસે આવેલ સ્કૂલમાંથી વિદ્યાર્થિનીઓ ગુમ થઈ છે. સમર્થ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતી હતી. તપાસ કરતા વિદ્યાર્થિનીઓ ગુમ થયાની જાણ થઇ છે. એલિસબ્રીજ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. સ્કૂલ યુનિફોર્મમાં બંને વિદ્યાર્થિનીઓ પરિમલ ગાર્ડન સુધી દેખાઈ હતી. બંને વિદ્યાર્થિનીઓની ઉંમર 16 વર્ષની છે.
અમદાવાદમાં સ્કૂલમાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ













