અમદાવાદમાં ગઈ કાલે રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. બીજી તરફ વરસાદને કારણે સિંચાઈ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યાં છે. બે દરવાજા ખોલીને ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગે પાણી છોડીને જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. વાસણા બેરેજની ટીમને એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ છે.


જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવક થતાં સિંચાઈ વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે. નદીની જળસપાટીમાં વધારો થતાં વાસણા બેરેજના બે દરવાજા ખોલીને ત્રણ હજાર ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજની ટીમે પાણી છોડીને જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવક વધવા પામી છે.

વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા

અમદાવાદમાં ગઈકાલે રાત્રે વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે શહેરના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર, એસ.જી. હાઇવે , માનસી , બોડકદેવ,વેજલપુર, પકવાન, ઇસ્કોન, સેટેલાઇટ, નવરંગપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા વિસ્તારમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આજે સવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં.


  • Follow us on: