દેશની સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે. યુકે (બ્રિટન) નિવાસી ગુજરાતી અરજદાર પંકજ પટેલે દેશની કાયદો અને વ્યવસ્થા બગડી હોવાની વ્યથા વ્યક્ત કરતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી (PIL) દાખલ કરી છે. અરજી દરમિયાન ‘ભારત હવે પહેલા જેવું સુંદર નથી લાગતું’ તે પ્રકારની ટિપ્પણી પણ સામે આવી છે, જેને લઈને ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
OCI કાર્ડધારકના અધિકારો અંગે હાઈકોર્ટની સ્પષ્ટતા
આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે ખાસ કરીને ઓસીઆઈ (OCI - Overseas Citizen of India) કાર્ડધારકના ભારતમાં જાહેરહિતની અરજી (PIL) દાખલ કરવાના અધિકારો અંગે સ્પષ્ટતા માંગી છે. વિદેશી નાગરિકત્વ ધરાવતા કે OCI કાર્ડધારક વ્યક્તિ ભારતમાં આ પ્રકારે પીઆઈએલ દાખલ કરી શકે કે નહીં તે અંગે કાનૂની મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
