આગામી યુપી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના 10 નેતાઓને જવાબદારી સોંપાઈ છે. સંગઠન કૌશલ્ય અને ચૂંટણી વ્યૂહરચનામાં નિપુણ ગણાતા ગુજરાતના નેતાઓ પર ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર ભરોસો મૂક્યો છે.
પ્રદીપસિંહ જાડેજા, પૂર્ણેશ મોદી સહિત 10 નેતાઓને સોંપાઈ જવાબદારી
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર અને સંગઠનાત્મક કામગીરી માટે ગુજરાતના અગ્રણી નેતાઓને મહત્વની ભૂમિકા આપવામાં આવી છે.આ યાદીમાં પ્રદીપસિંહ જાડેજા, અમિત શાહ (ધારાસભ્ય), પૂર્ણેશ મોદી, દેવુંસિંહ ચૌહાણ અને અર્જુનસિંહ ચૌહાણ સહિત 10 નેતાઓનો સમાવેશ થાય છે.આ તમામ નેતાઓને યુપીના વિવિધ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળવા માટે સૂચના આપવામાં આવી છે.
