વડોદરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામની ધરપકડના મામલે હોટેલ મિલનનું નામ સામે આવ્યું છે. ગુજરાત એટીએસના નિવેદન મુજબ, આરોપી વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલી હોટેલ મિલનમાં રોકાયો હતો. આ મામલે હોટેલના માલિક ઈર્શાદ સૈયદનું નિવેદન પણ સામે આવ્યું છે.

ATSની ટીમે હોટેલમાં તપાસ કરી હતી

હોટેલ માલિક ઈર્શાદ સૈયદના જણાવ્યા અનુસાર, ગત રોજ એટીએસની ટીમ હોટેલમાં આવી હતી. ટીમે હોટેલના સીસીટીવી ફૂટેજ અને પથિક સોફ્ટવેરમાં નોંધાયેલી મહેમાનોની એન્ટ્રી તપાસી હતી. જોકે, એટીએસની ટીમે કયા કારણોસર તપાસ કરવા આવી હતી તેની જાણ તેમને કરવામાં આવી નહોતી.


https://x.com/sandeshnews/status/2126210188999008363?a=YPz66GdTeM5Tw5Cn4jo&s=20  


હોટેલમાંથી વાંધાજનક કંઈ મળ્યું નથી: માલિક

ઈર્શાદ સૈયદે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન હોટેલમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. એટીએસની ટીમે તપાસ કરી હતી, પરંતુ હોટેલમાંથી કંઈ મળ્યું ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું.


આતંકી પ્રવૃત્તિઓને વખોડું છું: ઈર્શાદ સૈયદ

હોટેલ માલિકે વધુમાં જણાવ્યું હતું કે, 'હું પોતે મુસ્લિમ છું અને આતંકી પ્રવૃત્તિઓને વખોડું છું.' વડોદરા આતંકી કેસમાં હોટેલ મિલનનું નામ સામે આવ્યા બાદ માલિકનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે. 


આ પણ વાંચો :  Vadodara એરફોર્સ સ્ટેશન પર હુમલાનો ટાસ્ક મળ્યો હતો? આસામથી વડોદરા સુધી ATSની તપાસ