અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. વટવાના બચુભાઈ કૂવા પાસે અગમ્ય કારણોસર બે જૂથ સામસામે આવી જતાં ભારે અથડામણ સર્જાઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
બચુભાઈ કૂવા પાસે અગમ્ય કારણોસર બે જૂથ વચ્ચે થઈ મારામારી
મળતી વિગતો અનુસાર, વટવા વિસ્તારમાં આવેલા બચુભાઈ કૂવા નજીક કોઈ અગમ્ય કારણોસર બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને જાહેરમાં જ મારામારી શરૂ થઈ ગઈ હતી. જાહેર રસ્તા પર બે જૂથ વચ્ચે થયેલી આ અથડામણના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
