ગુજરાતના અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ (Vishva Hindu Parishad - VHP) દ્વારા આગામી 22 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રાષ્ટ્રવ્યાપી 'હિતચિંતક અભિયાન-2026' (Hitachintak Abhiyan 2026) યોજવામાં આવશે. આ મહત્વપૂર્ણ અભિયાન હેઠળ VHP ના કાર્યકર્તાઓ ગુજરાતના તમામ ગામો અને વિસ્તારોમાં જઈને 15 લાખથી વધુ લોકોનો પ્રત્યક્ષ સંપર્ક કરશે. ઘર-ઘર અને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચીને અભિયાનને વ્યાપક બનાવવા માટે સંગઠન દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષાના કાર્યોની માહિતી
આ અભિયાન દરમિયાન નાગરિકોને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને સેવા પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અભિયાન અંતર્ગત સહયોગના ભાગરૂપે પ્રત્યેક હિન્દુ પાસેથી રૂ. 20/- ની નિધિ સ્વીકારવામાં આવશે. આ સાથે સમાજના સલાહ-આશીર્વાદ મેળવવાની પ્રક્રિયા સાથે 'કુટુંબ પ્રબોધન' (Kutumb Prabodhan) જેવો મહત્વનો વિષય પણ આ સમગ્ર અભિયાનના કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે, જેથી કૌટુંબિક મૂલ્યો અને સામાજિક એકતાને વધુ સુદ્રઢ બનાવી શકાય.

