ગુજરાતમાં કડક દારૂબંધી (Prohibition) ના કાયદા વચ્ચે નાના ચિલોડા (Nana Chiloda) વિસ્તારમાંથી વાસ્તુપૂજન (Vastupujan) દરમિયાન દારૂની મહેફિલ માણવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નંદીગ્રામ સોસાયટી પાછળ આવેલા શિવ બંગલોઝ (Shiv Bungalows) ખાતે આ દારૂ પાર્ટી યોજાઈ હતી. સોશિયલ મીડિયામાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ફરિયાદના આધારે મકાન માલિક સહિત 4 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બકેટમાં દારૂ અને બિયર ભેળવી સેવન કર્યાનો મામલો

આ ચકચારી મામલામાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આરોપીઓએ બકેટમાં દારૂ અને બિયર (Liquor and Beer in Bucket) ના ટીન ભેળવીને તેનું સેવન કર્યું હતું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ મહેફિલમાં સ્થાનિકો ઉપરાંત મુંબઈ (Mumbai) ના ઘાટકોપર (Ghatkopar) અને વિદ્યાવિહાર (Vidyavihar) વિસ્તારના શખ્સો પણ સામેલ હતા. ધાર્મિક અને શુભ પ્રસંગ ગણાતા વાસ્તુપૂજનની આડમાં આ પ્રકારે દારૂ અને બિયરની મહેફિલ માણવાની ઘટનાને લઈને સ્થાનિકોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે.

સરદારનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ તપાસ હાથ ધરી

ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ સરદારનગર પોલીસ (Sardarnagar Police) દ્વારા પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ ગુનો નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો, મકાન માલિક અને બહારથી આવેલા શખ્સોની ભૂમિકા અંગે વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. આગામી સમયમાં આ મામલે સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad News : દિલજીતના કોન્સર્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ, પોલીસ અને ફાયર વિભાગની મોકડ્રિલ, 44 એક્ઝિટ ગેટની ચકાસણી