વિરમગામ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પોલીસના જવાનની સરાહનીય કામગીરી સામે આવી છે, જ્યાં તેમણે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પડી ગયેલા એક વૃદ્ધ મુસાફરનો જીવ બચાવ્યો છે.
વિરમગામ રેલવે સ્ટેશન પર RPF જવાનની સતર્કતા
પ્રાપ્ત માહિતી અનુસાર, વિરમગામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૫ પર જામનગર-અમદાવાદ ટ્રેન આવી હતી. આ દરમિયાન, 60 વર્ષીય જેનીશ શાહ નામના વૃદ્ધ મુસાફર ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા અચાનક પ્લેટફોર્મ પર પટકાયા હતા.આ અકસ્માત થતા વૃદ્ધ મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા હતા, જેના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો.
