અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કેટલાક લુખ્ખાઓ ખુલ્લી તલવાર સાથે ફરતા જોવા મળ્યા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ડરનો માહોલ ફેલાયો છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તત્વો ખુલ્લી તલવાર બતાવી લોકોને ધમકાવી રહ્યા છે અને જાહેર શાંતિનો ભંગ કરી રહ્યા છે.


કાયદો અને વ્યવસ્થા પર સવાલ

આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને તહેવારોના સમયે જ્યારે લોકો નિર્ભય બનીને ઉજવણી કરતા હોય છે, ત્યારે આવા કૃત્યોથી લોકોનો વિશ્વાસ ડગી શકે છે. આવા તત્વોને તાત્કાલિક પકડીને સખત કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. લોકોએ પણ સામાજિક જવાબદારી દાખવીને આવા તત્વો વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.

પોલીસે CCTV ફૂટેજના આધારે તપસ શરૂ કરી

અમરાઈવાડી પોલીસે આ ઘટનાના CCTV ફૂટેજ મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોના આધારે અસામાજિક તત્વોને ઓળખી કાઢવા અને તેમની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આશા છે કે પોલીસ ઝડપથી આરોપીઓને પકડી પાડશે અને કાયદેસરની કાર્યવાહી કરીને સમાજમાં ફરીથી શાંતિ અને સુરક્ષાનો માહોલ સ્થાપિત કરશે.


  • Follow us on: