1988માં 15 ઓગસ્ટના રોજ ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમમાં પોપટ સોરઠીયાની અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા રાજકીય દુશમનાવટમાં કરવામાં આવી હતી. આ કેસમાં સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી માટે આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી.
પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસ













