ડાંગ જિલ્લાના જાણિતા પ્રવાસન ધામ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં સાંજે 7 વાગ્યાના સુમારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં સ્થાનિક રહીશો તેમજ પ્રવાસ અર્થે આવેલા સહેલાણીઓમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કેન્દ્રબિંદુ સાપુતારાથી માત્ર 12 કિલોમીટર દૂર નોંધાયું
સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રાથમિક અહેવાલ મુજબ,આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ સાપુતારાથી માત્ર 12 કિલોમીટર દૂર નોંધાયું હતું અને જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએ તેનું એપિસેન્ટર હોવાનું સામે આવ્યું છે.
