ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા સાર્વત્રિક અને ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે અંબિકા નદીમાં એક 55 વર્ષીય આધેડ તણાઈ જવાનો કરુણ બનાવ બન્યો હતો. ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આ દરમિયાન એક આધેડ ખેતરમાંથી નદી પાર કરીને પશુ ચરાવવા જઈ રહ્યો હતો.
નદીઓમાં ઘોડાપૂર આવતા જિલ્લાના 6 જેટલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા













