ગુજરાતના ડાંગ (Dang) જિલ્લામાં ખેડૂતોના પાક નુકસાન (Crop Damage) ના વળતરના મુદ્દે શરૂ થયેલું આંદોલન હવે વધુ ગંભીર બન્યું છે. ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે સામાજિક આગેવાન મહેશ આહીરે (Mahesh Ahire) દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂખ હડતાળ (Hunger Strike) નો આજે ચોથો દિવસ (4th Day) છે. સતત ચાર દિવસથી અન્ન ત્યાગ (Fasting) કરીને આંદોલન પર બેઠેલા મહેશ આહીરેની ચોથા દિવસે તબિયત લથડી હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે સમર્થકો અને સ્થાનિક ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

કલેક્ટરને 3 વાર રજૂઆતો છતાં સર્વે નહીં

આ સમગ્ર મામલે એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડાંગ કલેક્ટર (Dang Collector) ને અત્યાર સુધીમાં 3 વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાક વળતર મુદ્દે વહીવટી તંત્ર દ્વારા કોઈ સર્વે (Survey) કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, કલેક્ટર મારફતે આવેદનપત્ર મોકલવા છતાં રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) ના મૌન સામે પણ આંદોલનકારીઓ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.

4 દિવસથી તંત્ર દ્વારા કોઈ ખબર લેવામાં ન આવી

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 4 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હોવા છતાં તંત્ર દ્વારા આગેવાનની કોઈ ખબર કે દરકાર લેવામાં આવી નથી. વહીવટી તંત્રના આ ઉદાસીન વલણ સામે નારાજગી વ્યક્ત કરતા આગેવાને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ખેડૂતોને પાક નુકસાનનું યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Suratના પાંડેસરામાં માનવતા શર્મસાર! વિજયનગર વિસ્તારની આશાપુરી ખાડીમાંથી નવજાતનો મૃતદેહ મળી આવતા ચકચાર