ગુજરાતના સુરત (Surat) શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી અને હચમચાવનારી ઘટના સામે આવી છે. પાંડેસરાના વિજયનગર (Vijaynagar) વિસ્તારમાં આવેલી આશાપુરી ખાડી (Ashapuri Creek) માંથી એક નવજાત શિશુ (Newborn) નો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને ચકચાર વ્યાપી ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, ખાડીમાં સફાઈ કામગીરી દરમિયાન સફાઈ કર્મચારીઓ (Sanitation Workers) ને મૃતદેહ દેખાયો હતો, જેના પગલે તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો
સફાઈ કર્મચારીઓ પાસેથી માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડ (Fire Brigade) ની ટીમે ભારે જહેમત બાદ ખાડીમાંથી નવજાતના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ અત્યંત કરુણ અને ક્રૂર ઘટના સામે આવતા આસપાસના લોકોમાં ભારે અરેરાટી અને રોષ જોવા મળી રહ્યો છે. નિર્દોષ નવજાતને આ રીતે ખાડીમાં કોણ ફેંકી ગયું તે અંગે અનેક સવાલો અને અટકળો વચ્ચે સમગ્ર મામલો ગંભીર બન્યો છે.
