ગુજરાતમાં મેઘરાજાની સેકન્ડ ઈનિંગ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી નાળા અને ખાડીઓ ઉપરવારમાં આવેલા વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગઈ છે. ત્યારે ચોમાસાની સિઝનમાં ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અહીં આવેલા પ્રવાસીઓએ ગરબા રમીને વાતાવરણની મોજ માણી હતી. 

https://www.instagram.com/reel/DbF0smuEYlm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D


જળસ્તર વધતા જિલ્લાની નદીઓ ઓવરફ્લો

ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર અને ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.ભારે વરસાદના પરિણામે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.નદીઓમાં જળસ્તરમાં સતત વધારો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં ભારે સાવચેતી વર્તવામાં આવી રહી છે. વરસાદી આહલાદક માહોલ વચ્ચે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કેટલાક પ્રવાસીઓએ વરસાદની મજા માણતાં ગરબા પણ કર્યા હતા. 

dang rain

પ્રવાસીઓની સુરક્ષા ખાતર ધોધ પાસે પ્રતિબંધ

ડાંગની નદીઓ અને જાણિતા ધોધમાં પાણીની આવક વધતાં પ્રવાસીઓની સુરક્ષા ખાતર વહીવટી તંત્ર દ્વારા ગીરા ધોધ નજીક જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે ડાંગના 13 થી 18 જેટલા માર્ગો પર ઓવરટોપિંગ થયું છે. 

dang rain 4


https://www.instagram.com/reel/DbF2T7Kj45_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર બંધ કરી દેવાયો

લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.રસ્તાઓ બંધ થતાં સામાન્ય જનજીવન પર અસર પડી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને મુસાફરી માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: રાજ્યમાં 3 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી