રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલી 29 ટકા વરસાદની ઘટ હવે ઝડપથી પુરાશે તેવી શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થવાને કારણે સમગ્ર રાજ્યમાં મોન્સૂન એક્ટિવિટી જોર પકડી ચૂકી છે. આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં મેઘતાંડવનું એલર્ટ  

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાવાઝોડા જેવા તેજ પવન અને ગાજવીજ સાથે મુસળધાર વરસાદ વરસી શકે છે.

https://twitter.com/sandeshnews/status/2079862147304321329

દરિયાકાંઠે 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે, માછીમારોને રેડ વોર્નિંગ

અતિભારે વરસાદની આગાહી વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતા જોઈને તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડી દેવાયું છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને કડક સૂચના આપીને દરિયો ન ખેડવા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો - Monsoon 2026 : 4 વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં અત્યંત અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ઉત્તર-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને યેલો એલર્ટ