ગુજરાતમાં ચોમાસાના તીવ્ર પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યા સુધીની આગાહી કરાઇ છે જેમાં રાજ્યને વરસાદની તીવ્રતાના આધારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત ગંભીર જણાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર કરાયું છે. જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં અત્યંત અતિભારે વરસાદ અને જળબંબાકારની પૂરેપૂરી શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા જૂનાગઢ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
https://youtu.be/6C1AUT8wVRM
કચ્છ અને મધ્ય-પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ
બીજી તરફ, કચ્છ અને મધ્ય-પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને રેડ એલર્ટ ધરાવતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Monsoon 2026 : સુરતમાં વહેલી સવારથી તોફાની વરસાદ: કોઝવે ઓવરફ્લો, ઉધના ગરનાળું ગરકાવ અને અંબિકા નદીમાં પૂરથી 'રેડ એલર્ટ', Video