અંબાજી મંદિરને સોનાથી મઢવાનું કાર્ય અનેક વર્ષોથી ચાલી રહ્યું છે અને આ અભિયાનમાં સતત વધારો થઈ રહ્યો છે. સમયાંતરે ભક્તો દ્વારા થતા આવા દાનથી મંદિરનું શિખર ઝડપભેર સોનેરી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. બેસતા વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટને એક ગુપ્ત દાતા તરફથી 100 ગ્રામ સોનું અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે દિવાળી બાદ આજે મંદિરના ભંડારમાંથી વધુ 300 ગ્રામ સોનું મળ્યું છે.
કોઈ ભક્તે માતાજીને સોનાનું ગુપ્ત દાન કર્યું હતું
દિવાળી બાદ આજે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવ્યો હતો. આ ભંડારમાંથી ચુંદડીમાં બાંધેલું 300 ગ્રામ સોનુ પ્રાપ્ત થયું હતું. માતાજીના કોઈ ભક્ત દ્વારા ચૂંદડીમાં મૂકીને ભંડારમાં દાન કરાયું હતું. આ ભંડારમાં સોનાના 50 ગ્રામના કુલ 6 બિસ્કીટ ચૂંદડીમાં બાંધેલા હતાં. જેને ટ્રસ્ટ દ્વારા ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા હતાં. કોઈ ભક્તે માતાજીને સોનાનું ગુપ્ત દાન કર્યું હતું.













