પીએમ મોદીના અંબાજી પ્રવાસને ધ્યાનમાં રાખીને અંબાજીને જોડતા માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. આજથી 14 નવેમ્બર સુધી આ ડાયવર્ઝન અમલી રહેશે. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ દરમિયાન આબુરોડ, હિંમતનગર અને પાલનપુર તરફથી આવતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.

આબુરોડથી હિંમતનગર જતા વાહનો માટે રૂટ

રાજસ્થાનના આબુરોડ તરફથી અંબાજી થઈ હિંમતનગર જતાં વાહનોએ હવે અંબાજીનો માર્ગ ટાળીને પાલનપુર થઈ હિંમતનગર જવાનું રહેશે.

હિંમતનગરથી આબુરોડ જતા વાહનો હડાદ થઈ જશે

હિંમતનગર તરફથી અંબાજી થઈ આબુરોડ જતાં વાહનો માટે હડાદ થઈ પાલનપુર મારફતે આબુરોડ પહોંચવાનો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.

અંબાજી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે માર્ગ

હિંમતનગર તરફથી અંબાજી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ હડાદ-દાંતા થઈ અંબાજી પહોંચવાનું રહેશે.

જ્યારે પાલનપુર તરફથી બાલારામ-વિરમપુર થઈ અંબાજી આવતા વાહનો માટે પાલનપુર-દાંતા થઈ અંબાજી પહોંચવાનો માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.

14 નવેમ્બર સુધી ડાયવર્ઝનનું પાલન કરવું પડશે

પીએમ મોદીના પ્રવાસને લઈને અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી 14 નવેમ્બર સુધી વાહનચાલકો અને દર્શનાર્થીઓએ જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. 


આ પણ વાંચો :     J&K : કુલગામમાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો, ફાયરિંગમાં 3 જવાન ઘાયલ