જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલા દરમિયાન થયેલા ફાયરિંગમાં સીઆરપીએફના 3 જવાન ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ક્વિક રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી
હુમલાની માહિતી મળતાં જ ક્વિક રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
https://x.com/ANI/status/2120446017007165803?a=1atpaxv2xoVWZEIVWKA&s=20
સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી
સુરક્ષા દળો દ્વારા વિસ્તારની ઘેરાબંધી કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલાખોરોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે.
બે આતંકવાદીઓએ CRPF કેમ્પ પર ગોળીબાર કર્યો
પ્રારંભિક માહિતી અનુસાર, બે આતંકવાદીઓએ CRPF કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘાયલ સૈનિકોને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
CRPF પેટ્રોલિંગ વાહન પર ગોળીબાર
પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો કુલગામના મીર બજાર નજીક થયો હતો. અખરાન નજીક નૌપોરામાં CRPF કેમ્પ છે, જ્યાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયાના અહેવાલ છે. માહિતી અનુસાર, CRPF પેટ્રોલિંગ વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા બે સૈનિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
સર્ચ ઓપરેશન શરુ
આતંકવાદી હુમલા બાદ તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. સેના અને પોલીસે ગોળીબાર કરનારાઓની શોધખોળ શરૂ કરી હતી. હુમલાખોરોને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ
