અમરેલીના રાજુલામાં મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો છે. મહિલાની દીકરીને ઈશારા કરતા યુવકને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન યુવકે મહિલાને માર મારીને તેના કપડા ફાડી નાંખ્યા હતાં. તેણે મહિલાને બિભત્સ ગાળો બોલીને ઢસડી હતી. મહિલાના વાળ પકડીને માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં બે લોકો સામે ગુનો નોંધાયો છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
મહિલાને બિભત્સ ગાળો બોલવા માંડ્યો













