અમરેલી સાવરકુંડલા રોડ પર અકસ્માત થતા કાર ચાલાક પર હુમલો કરવામાં આવ્યો હતો. કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને ઈજાઓ થતા મામલો ઉગ્ર બન્યો હતો. બાઇક ચાલકના પરિવારજનો મોટી સંખ્યામાં આવી કાર પર તૂટી પડ્યા હતા. કારમાં તોડફોડ કરી મોટી સંખ્યામાં લોકોએ કાર પર રોષ વ્યક્ત કર્યો હતો. રાહદારી યુવકએ મામલો થાળે પાડવા કાર પર હુમલો નહીં કરવાનું કહેનારા નિર્દોષને દોરડા વડે બાંધી હુમલો કર્યો હતો. રોડ પર ટ્રાફિકજામ થતા પોલીસ દોડી આવી હતી. વાહન વ્યહાર શરૂ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માત બાદ નિર્દોષને માર માર્યો













