અમરેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ મહેશ માધડને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે ચેતન ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.


ચેતન ધાનાણી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. લાલાવદર ગામના લોકોને બે દિવસ પહેલા સુરેન્દ્રનગર સભામાં જવા મુદ્દે ચેતન ધાનાણીએ ગાળો ભાંડી હતી. મહેશ માધડ નામના વ્યક્તિને ચેતન ધાનાણીએ જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં.

ચેતન ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ ચેતન ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ અંગે કહ્યું હતું કે, તેમણે નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું છે. બીજી તરફ સમગ્ર પંથકમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ દ્વારા તેમની પાસેથી બંધ બારણે રાજીનામુ માંગી લેવામાં આવ્યું છે.


  • Follow us on: