અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આજે શહેર અને તાલુકા યુવા ભાજપના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય મશાલ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક યુવાનોમાં નવો ઉત્સાહ અને ઉર્જા સંચાર કરવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં સમગ્ર શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

માર્કેટિંગ યાર્ડથી પોલીસ સ્ટેશન સુધી નીકળી રેલી

આ ભવ્ય મશાલ રેલી રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતેથી વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી. હાથમાં મશાલ લઈને નીકળેલા યુવાનો અને કાર્યકરોથી સમગ્ર માર્ગ પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો. માર્કેટિંગ યાર્ડથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી.

અગ્રણીઓ અને નગરજનોની વિશાળ ઉપસ્થિતિ

આ રેલીમાં માત્ર યુવા ભાજપના કાર્યકરો જ નહીં પરંતુ રાજુલાના નગરજનો, યુવા શક્તિ, ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહના માહોલથી ગૂંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad News : આનંદ નિકેતન સ્કૂલની બેદરકારી સામે પોલીસ કાર્યવાહી, ટ્રસ્ટી-શિક્ષક-કેન્ટીન સંચાલકને નોટિસ