અમરેલીના સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અહીં પાણીનું વહેણ રસ્તા પર જોઇ શકાય છે. નદીઓ અને તળાવો છલકાયા છે. મેરીયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી, લુવારા, ગાધકડા, લીખાળા, ભમ્મર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે બજારો અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. મેરીયાણાની ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે. જેના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે.


સાવરકુંડલા પંથક થયું પાણી-પાણી

અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા અને રાજુલા પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. સાવરકુંડલામાં 5 ઇંચ કરતા વધુ અને રાજુલામા 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અહીં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. મેરીયાણા, ગોરડકા, ખડસલી, વીજપડીમાં વરસાદે કહેર વરસાવ્યો છે. ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. રેલિંગ તૂટી જતા વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.

નદીમાં આવ્યુ ઘોડાપૂર

નદીઓમાં ઘોડાપૂર આવવાથી નદીઓ બંને કાંઠે વહી રહી છે. પાણીઓ રસ્તા પર આવી જતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ વરસાદની માત્ર શરૂઆત છે. ત્યારે રાજ્યભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મેરીયાણાની ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. 

  • Follow us on: