રાજ્યમાં વરસાદનું જોર શરુ થયું છે. નદીઓમાં નવા નીર આવ્યા છે. જેના કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. મેઘરાજાના આગમનથી ખેડૂતો નવા પાકના વાવતેર માટે તૈયારીઓ હાથ ધરી છે. ભારે પવન અને વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મેઘરાજાની હેલીએ અમરેલીમાં ખેડૂતોને ખુશ કર્યા છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી.


નદીઓ બે કાંઠે વહેતી થઇ

નદીઓમાં નવા નીર આવ્યા છે. નવા નીર આવતાની સાથે નદીઓ બંને કાંઠે વહી રહી છે. રસ્તાઓ પર નદીઓ જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં લોકો પરેશાન થયા છે. વાહન ચાલકોને મુશ્કેલીઓ થઇ રહી છે. અમરેલીના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. અને ભારે પવન સાથે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હાલ સત્તાવાર ચોમાસું શરુ થતાં વરસાદે પોતાનું જોર બતાવ્યુ છે.

વિવિધ વિસ્તારોમાં લીલુંછમ વાતાવરણ

અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ પડતા લીલુંછમ વાતાવરણ જોવા મળ્યુ છે. તો આ તરફ, સલડી, ગોઢાવદર, પુંજાપાદરમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. તો બીજી તરફ, આંબા, કણકોટ, નાના લીલીયામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. તો નાવલી બજારમાં પાણી ભરાયા છે. રોડ-રસ્તા પર પાણી ભરાતા નદીઓ જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. અમેરલીમાં વરસાદની સાથે ભારે પવન પણ જોવા મળ્યો હતો. 

  • Follow us on: