અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વડિયા શહેર સહિત મોરવાડા, ખડખડ, અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે આ વરસાદને કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીની લાગણી છવાઈ હતી. પરંતુ જન્માષ્ટમીના મેળાના આયોજકો ચિંતામાં મુકાયા છે. વડિયા શહેરમાં સારો એવો વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
વડીયાના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા













