અમરેલી જિલ્લા જેલના5 પાકા કેદીઓને 15 વર્ષથી સજા ભોગવી રહ્યા હતા. આજીવન કેદના કેદીઓને સારા વર્તુણ બદલ ગૃહ વિભાગ દ્વારા મુક્તિ આપતા જિલ્લા જેલ બહાર ભાવુક દ્રશ્યો સર્જાયા પરિવાર ભેટી પડ્યા હતા.ગુજરાત રાજ્ય સરકારના ગૃહવિભાગના હુકમ તથા ભારતીય નાગરિક સુરક્ષા સહિંતા 2023ની કલમ 473 અને 475 હેઠળ રાજય સરકારને પ્રાપ્ત સતાનો ઉપયોગ કરી અમરેલી જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા 5 પાકા કેદીઓ તેમની આજીવન કેદની સજા માફ કરી વહેલી તકે મુક્તિ આપવામાં આવી છે.
અમરેલી જિલ્લા જેલના કેદીઓને સારા વર્તુણ બદલ મુક્તિ













