અમરેલીમાં જંગલના વનરાજાએ ફરી એક વખત ગામમાં શિકારની શોધનમાં નીકળ્યા. વનરાજાએ પોતાની ભૂખ દૂર કરવા પશુનો શિકાર કર્યો. ખાંભામાં સિંહે પશુનો શિકાર કરવાની ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી વધુ હોવાથી ત્યાં આ વિસ્તારમાં અવાર નવાર વનરાજા જોવા મળ્યાના તેમજ શિકાર કરતા સમાચારો સામે આવતા હોય છે. તાજેતેરમાં સિંહના મારણની ફરી એક ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.













