ગુજરાતમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવી જ રીતે સિંહો દ્વારા માણસો પર થતાં હૂમલાઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. અમરેલીમાં સિંહે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ચકચાર મચી જવા પામી હતી. બાળકનો શિકાર થયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે સિંહને પાંજરે પૂરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી













