અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ડેડાણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3 માર્ચથી ડોક્ટરની જગ્યા ખાલી પડી છે અને ડેડાણ ગામની 15,000ની વસ્તી છે, ત્યારે માત્ર એક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને આ આરોગ્ય કેન્દ્ર નીચે 20 ગામ આવે છે. ત્યારે આ આરોગ્ય કેન્દ્રમાં બે ડૉક્ટર, બે સુપરવાઈઝર અને બે નર્સની જગ્યાઓ ખાલી હોવાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સારવાર ન મળવાથી પ્રાઈવેટ હોસ્પિટલનો સહારો લેવો પડે છે અને વધુ સારવાર માટે અમરેલી, રાજુલા, ભાવનગર, રાજકોટ સુધી દર્દીઓને જવું પડે છે.


આયુષ મેડિકલ ઓફિસર, બે સુપરવાઈઝર, બે નર્સ અને ફાર્માસીસ્ટ સહિત જગ્યાઓ ખાલી જોવા મળી

ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં આરોગ્ય કેન્દ્રનું ડૉક્ટર અને સુપરવાઈઝરની ખુરશીઓ ખાલી જ જોવા મળે છે, લાઈટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. લેબોરેટરી રૂમ, ઓપરેશન થિયેટર રૂમ, દવા સહિત મહત્વની સુવિધાઓ અને પાણીની પરબ જોવા મળી હતી. ત્યારે એમ.બી.બી.એસ મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, બે સુપરવાઈઝર, બે નર્સ અને ફાર્માસીસ્ટ સહિત જગ્યાઓ ખાલી જોવા મળી હતી.

ડેડાણ આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા કંઈક જુદી જ

ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજની 60થી 70 આસપાસની ઓપીડી આવે છે પણ ડૉક્ટર સહિત સ્ટાફ જ હાજર ન હોવાથી દર્દીઓ અને રાહદારીઓ રોગચાળાની વચ્ચે ધક્કા ખાઈને પરત જતા રહે છે અને ના છૂટકે પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓને જવું પડે છે અને મોંઘી ફી ચૂકવી સારવાર લેવા મજબૂરી ઉભી થઈ છે. સરકાર આરોગ્ય માટે લાખો રૂપિયાના ખર્ચ કરે છે અને મોટી મોટી વાતો કરે છે પણ ડેડાણ આરોગ્ય કેન્દ્રની વરવી વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી હતી અને આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની જગ્યા ખાલી પડી છે, ત્યારે સ્થાનિક દર્દીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને કોઈને સારવાર મળતી નથી અને ના છૂટકે દર્દીને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેવા જવા માટેની ફરજ પડે છે.

  • Follow us on: